તમારા ખેતરોને પોષણ આપો
લહેરાતા અને સમૃદ્ધ પાક માટે અમારા ઓર્ગેનિક ખાતરો વિશે જાણો
ટકાઉ અને સમૃદ્ધ ખેતીના પાયામાં અમારા ઓર્ગેનિક ખાતરોની શ્રેણી રહેલી છે. અમારું દરેક ઉત્પાદન જમીનની ફળદ્રુપતા વધારવા, પાકનું મબલખ ઉત્પાદન મેળવવા અને પર્યાવરણના રક્ષણ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. ખેડૂતોને સચોટ અને અસરકારક ઉકેલ આપવા માટે, અમે ખેતીના પરંપરાગત જ્ઞાનનો આધુનિક પદ્ધતિઓ સાથે સમન્વય કરીએ છીએ. જાણો કે કેવી રીતે અમારા ખાતરો તમારા ખેતરની જમીનને પુનર્જીવિત કરી પાકના કુદરતી વિકાસને પ્રોત્સાહન આપે છે.
અમારી વિશેષ પ્રોડક્ટ્સ
જાણો કે કેવી રીતે અમારા આધુનિક અને નવીન ઉકેલો ઓર્ગેનિક ખેતીની પદ્ધતિઓને વધુ સરળ અને શ્રેષ્ઠ બનાવે છે.
માઈક્રોજીવ અને એડવાન્સ માઈક્રોજીવ
પ્રકાર: પ્રવાહી આથવણયુક્ત સેન્દ્રિય ખાતર
માઈક્રોજીવ એ પશુઓના છાણ, ગૌમૂત્ર અને ઔષધીય અવશેષોમાંથી બાયોગેસ પદ્ધતિ દ્વારા તૈયાર થતી ઓર્ગેનિક સ્લરી છે, જે જમીનને પોષક તત્વો પૂરા પાડે છે. જ્યારે ‘એડવાન્સ માઈક્રોજીવ’ માં બેક્ટેરિયાઓની સંખ્યા અને ઓર્ગેનિક કાર્બન વધુ હોય છે, જે જમીનમાં લાંબા સમય સુધી કાર્ય કરી પાકનું આયુષ્ય અને ગુણવત્તા વધારે છે.
માઈક્રોજીવ અને એડવાન્સના ફાયદા:
- જમીનમાં ઝડપથી ઓર્ગેનિક કાર્બન વધારે છે અને લાંબા સમય સુધી શ્રેષ્ઠ પરિણામ આપે છે.
- રાસાયણિક ખાતર પરની નિર્ભરતા ઘટાડે છે અને જમીનમાં ક્ષારના પ્રમાણને ઓછું કરે છે.
- જમીનના pH ને અને નિતારશક્તિને જાળવી રાખે છે, તથા વધુ વરસાદમાં જમીનનું ધોવાણ અટકાવે છે.
- ફૂગજન્ય રોગો સામે રક્ષણ આપે છે અને ફૂલ-ફળ ખરતા અટકાવે છે.
- છાણિયા ખાતર કરતાં વધુ સસ્તું અને ઉપયોગમાં સરળ હોવાથી મજૂરી ખર્ચ ઘટાડે છે.
ઉપયોગીતા અને પ્રમાણ:
- માઈક્રોજીવનો ઉપયોગ:10 લીટર માઈક્રોજીવને 200 લીટર પાણીમાં ભેળવી દ્રાવણ તૈયાર કરવું. આ દ્રાવણને પાકના મૂળમાં સીધું આપી શકાય, અથવા ડ્રિપ/ફુવારા પદ્ધતિથી પિયતના છેલ્લા અડધો કલાકમાં આપી શકાય.
- એડવાન્સ માઈક્રોજીવનો ઉપયોગ: 200 લીટર પાણીમાં 1.5 લીટર એડવાન્સ માઈક્રોજીવનું મિશ્રણ કરી, 1 (એક) વીઘામાં સીધા મૂળને મળે તે રીતે ઉપયોગ કરવો.
- મૂળમાં આપવું: સીધું છોડના મૂળ પાસે આપવું
માઈક્રોજીવ-એસ
પ્રકાર: ઓર્ગેનિક લિક્વિડ ટોનિક (પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર – છંટકાવ માટે)
આ એક 100% કુદરતી લિક્વિડ ટોનિક છે, જેમાં વિવિધ પ્રકારના એન્ઝાઇમ્સ, એસિડ, વિટામિન અને પ્રોટીન રહેલા છે. આ તત્વો છોડના પાન દ્વારા ઝડપથી ગ્રહણ થાય છે, જે ફૂલમાંથી ફળ બનવાની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવે છે.
માઈક્રોજીવ-એસના ફાયદા:
- છોડને જરૂરી એવા સૂક્ષ્મ પોષક તત્વો છોડ સરળતાથી ગ્રહણ કરી લે છે.
- આવનાર ફળ વધારે ગુણવત્તાવાળું બને છે અને તેના રંગ-રૂપ તથા સ્વાદમાં વધારો થાય છે.
- પાક અને શાકભાજીના આયુષ્ય અને ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે.
ઉપયોગીતા અને પ્રમાણ:
- પ્રમાણ: 1 લીટર પાણીમાં 7 થી 10 ml (અથવા 200 લીટર પાણીમાં 1.5 લીટર) માઈક્રોજીવ-એસ ભેળવવું.
- ઉપયોગની રીત:આ મિશ્રણથી છોડ સંપૂર્ણ ભીંજાઈ જાય તે રીતે ઉપરથી છંટકાવ કરવો.
-
ક્યારે છંટકાવ કરવો? 1. વાવેતરના 20 થી 40 દિવસ દરમિયાન.
2. પાકમાં ફૂલની શરૂઆત થયા બાદ.
3. ફૂલમાંથી ફળ બનવાની શરૂઆતમાં (શાકભાજીના પાકોમાં વીણી પૂરી થયા પછી ઉપયોગ કરવો).
પ્રધાન ૧૦૦% ઓર્ગેનિક ખાતર
પ્રકાર: ઓર્ગેનિક પાવડર ખાતર (જૈવિક ખાતર)
પ્રધાન ૧૦૦% ઓર્ગેનિક ખાતર એ વિવિધ કાર્બનિક પદાર્થો (છાણિયું ખાતર, ખોળ, બાયોકમ્પોસ્ટ વગેરે) ને ડી-કમ્પોસ્ટ કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવેલું ઉચ્ચ ગુણવત્તાવાળું ખાતર છે. તેમાં રહેલા ઉપયોગી મિત્ર જીવાણુઓ જમીનને ફળદ્રુપ બનાવી પાકનો ઝડપી અને તંદુરસ્ત વિકાસ કરે છે.
વિશેષતા અને ફાયદા
- જમીનમાંથી ક્ષાર દૂર કરી તેને પોચી અને જીવંત બનાવે છે.
- ૧૦૦% કોહવાયેલું ખાતર હોવાથી નિંદામણ અટકાવે છે અને રોગ-જીવાત સામે રક્ષણ આપે છે.
- જૈવિક બેક્ટેરિયા કુદરતી પોષકતત્વો પૂરા પાડે છે, જેથી ઉત્પાદન વધે અને ખર્ચ ઘટે.
- છોડનો તંદુરસ્ત વિકાસ થાય છે, ફળ-ફૂલ ખરતા અટકે છે અને પાકની ગુણવત્તા સુધરે છે.
પોષક તત્વોનું બંધારણ
- ઉચ્ચ ઓર્ગેનિક કાર્બન
- મુખ્ય તત્વો: નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ
- ગૌણ તત્વો: કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર
- સૂક્ષ્મ તત્વો: ઝીંક, કોપર, બોરોન, મેંગેનીઝ, આયર્ન (લોહતત્વ), સિલિકા
ઉપયોગ કરવાની પદ્ધતિઓ
- પેકિંગ: પ્રધાન ઓર્ગેનિક મેન્યુઅર ૪૦ કિલો પેકિંગ માં ઉપલબ્ધ છે
- ટપક/ફુવારા પદ્ધતિ: પિયતની છેલ્લી ૩૦ મિનિટમાં આપવું
- વિધે ૨૦૦ થી ૪૦૦ કિલો વાપરવું
- ફ્લડ ઇરિગેશન: ૨૦૦ લિટર પાણીમાં ૧૦ લિટર ભેળવીને આપવું
- મૂળમાં આપવું: સીધું છોડના મૂળ પાસે આપવું
કિસાન પાવર - જમીન સુધારક
પ્રકાર: જમીન અને પાકને આપો કુદરતી રક્ષણ
કિસાન પાવર જમીન સુધારક એ એક દાણાદાર ખાતર છે, જેનાથી જમીનના પ્રતને સુધારો કરી પી.એચ. (pH) ને જાળવી રાખે છે. જેમાં ગૌણ તત્વોનો સમાવેશ કરવામાં આવે છે, જેવા કે કેલ્શીયમ, મેગ્નેશિયમ અને સલ્ફર જે જમીનને ખુબ જ જરૂરી તત્વો છે.
કિસાન પાવર ઓર્ગેનિક કાર્બનના ફાયદા:
- પાકના કાપવા અને ફાટવા સબંધીત બિમારીયો સામે રક્ષણ આપે છે.
- છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
- જમીનમાં ક્ષારના પ્રમાણને દુર કરે છે.
- પાકની ગુણવત્તામાં સુધારો થાય છે.
- છોડની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વધારો કરે છે.
- જમીનને ફળદ્રુપ બનાવે છે.
ઉપયોગીતા અને પ્રમાણ:
- દરેક પાક માટે જરૂરી
- પ્રમાણ: જમીન અને પાકના પ્રકારને ધ્યાનમાં રાખી વિઘે 50-100 કિલો વાપરવું. (પાકની જાત અને જમીનના પ્રકારના આધારે ઉપયોગ કરવો)
- પેકિંગ: કિશાન પાવર જમીન સુધારક 50 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ છે.
ખાસ નોંધ:
- યુરીયા ખાતર સાથે ભેળવવું નહી...