અમારા વિશે

અમે ભારતમાં ટકાઉ ખેતી (Sustainable Agriculture) ના વિકાસ માટે સંપૂર્ણપણે સમર્પિત છીએ. અમે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક પ્રવાહી (Bio-slurries) અને દાણાદાર ખાતરોનું ઉત્પાદન કરીએ છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ્ય બંજર થતી જમીનને પુનર્જીવિત કરી ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવાનો છે.

કંપની પરિચય

ફાર્મ ઓર્ગેનિક એ સુરત, ગુજરાતમાં આવેલી ISO 9001:2015 પ્રમાણિત કંપની છે. અમે ભારતમાં ટકાઉ ખેતી (Sustainable Agriculture) ના વિકાસ માટે સંપૂર્ણપણે સમર્પિત છીએ. અમે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક પ્રવાહી (Bio-slurries) અને દાણાદાર ખાતરોનું ઉત્પાદન કરીએ છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ્ય બંજર થતી જમીનને પુનર્જીવિત કરી ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવાનો છે.

અમારી ફિલોસોફી : સંકલિત ખેતી.

અમે ‘સંકલિત ખેતી’ ની ફિલોસોફીમાં દ્રઢપણે માનીએ છીએ. અમારું માનવું છે કે સ્વસ્થ માટી એ સ્વસ્થ પાકનો પાયો છે. માત્ર રાસાયણિક દવાઓ પર આધાર રાખવાને બદલે, પ્રાકૃતિક ખાતરો અને ઓર્ગેનિક દવાઓનો ઉપયોગ કરીને જમીનના સૂક્ષ્મ જીવાણુઓનું રક્ષણ કરવું જોઈએ. ખેડૂતોએ જમીન અને માટીના જીવનને નુકસાન પહોંચાડ્યા વિના ઉત્પાદન મેળવવું જોઈએ. જરૂર પડ્યે જ રાસાયણિક ખાતરોનો સમજદારીપૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરવો, જેથી લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે.

અમારું વિઝન
"સમૃદ્ધ ખેડૂત, સ્વસ્થ માનવજીવન"

ફાર્મ ઓર્ગેનિકનું વિઝન લાંબા ગાળાની કૃષિ સમૃદ્ધિ લાવવાનું છે. રસાયણ મુક્ત, પોષક તત્વોથી ભરપૂર અને સ્વચ્છ ખોરાક એ સ્વસ્થ માનવ જીવનનો પાયો છે. અમે ઇચ્છીએ છીએ કે ખેડૂતની ઉપજ વધે, ખેતીનો ખર્ચ ઘટે અને સમાજને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખોરાક મળે. અમારો સ્પષ્ટ મત છે કે: જમીન બનશે જીવંત, તો જ ખેડૂત થશે ખુશ.

અમારું મિશન:
"જમીન બચાવો, ખેતી બચાવો"

ભારત એક કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. વર્ષો પહેલા જ્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ નહોતો થતો, ત્યારે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન ૪ થી ૫% હતો. આજે અંધાધૂન રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના ઉપયોગથી તે ઘટીને માત્ર ૦.૫% થઈ ગયો છે. સુક્ષ્મ જીવાણુઓ રહ્યા નથી અને સુક્ષ્મ પોષકતત્વોની ઉણપને લીધે જમીન બંજર બનતી જાય છે. અમારું મિશન જમીનમાં ફરીથી ઓર્ગેનિક કાર્બન ઉમેરી, માટીને જીવંત બનાવવાનું છે, જેથી આપણી આવનારી પેઢીને આપણે સમૃદ્ધ ખેતી અને ફળદ્રુપ જમીન વારસામાં આપી શકીએ.

શ્રેષ્ઠ અને શુદ્ધ ઉત્પાદન

ખેડૂતો ફાર્મ ઓર્ગેનિક ઉત્પાદનોનો ઉપયોગ કરીને પોતાના ખેતરમાં ઉચ્ચ ગુણવત્તાવાળા અને રસાયણ મુક્ત પાક (જેમ કે ઘઉં, હળદર, મોરીંગા પાવડર વગેરે) તૈયાર કરે છે.

આકર્ષક પેકિંગ અને બ્રાન્ડિંગ

ખેતરમાં તૈયાર થયેલા આ ઉચ્ચ ગુણવત્તાવાળા પાકને 'The Vaarso' (ધ વારસો) બ્રાન્ડના પેકિંગ હેઠળ વ્યવસ્થિત રીતે પેક કરવામાં આવે છે.

સીધું ઓનલાઈન વેચાણ

પેક થયેલી આ ઓર્ગેનિક પ્રોડક્ટ્સને સીધી જ ઓનલાઈન વેબસાઈટ પર વેચાણ માટે મૂકવામાં આવે છે, જેથી તે સીધા ગ્રાહકો (ખાવાવાળા લોકો) સુધી પહોંચી શકે.

ખેડૂતોને મહત્તમ નફો

આ સીધી વ્યવસ્થાથી વચેટિયાઓ દૂર થાય છે, અને ખેડૂત પોતે પોતાની પ્રોડક્ટ બજારમાં વેચીને સાચો ભાવ અને વધુ નફો મેળવી શકે છે.